અભ્યાસ પછી પરીક્ષા આપવાની એક પ્રથા કેટલાય વર્ષોથી ચાલી રહીં છે. કોઈ પણ દેશ હોય અભ્યાસ બાદ પરીક્ષા (CBSE Board Exam) આપવી ખુબ જ અનિવાર્ય હોય છે. આજથી ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસ હોવાથી પરીક્ષાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પહેલીવાર બોર્ડની પરીક્ષાનો અનુભવ કરવા જઈ રહ્યા છે, તેમ છતાંય વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી સજજ જોવા મળ્યાં છે.