CBSE ધોરણ 12માના બોર્ડનું પરિણામ (CBSE 12th Results 2024) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ cbse.nic.in અને cbseresults.nic.in પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને પરિણામો જોઈ શકશે.
આ રીતે પણ રિઝલ્ટ ચેક કરી શકાશે
તેની સાથે જ CBSE 12માનું પરિણામ ડિજિલોકર કોડ્સ અને ઉમંગ એપથી પણ ચેક કરી શકાશે. બોર્ડે માહિતી આપી છે કે આ વર્ષે ધોરણ 12માં 16,33,730 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 16,21,224 પરીક્ષા આપી હતી અને 14,26,420 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12માં એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 ટકા રહી છે, જે ગયા વર્ષના 87.33 ટકાથી વધુ છે.