Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વાર આજે ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. CBSE 12મા ધોરણનું  87.33 ટકા પરિણામ જાહેર કર્યુ છે. આ વર્ષે લગભગ 16.9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી,  CBSE દ્વારા આ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવી હતી.
CBSE આજે  ધોરણ 12નું પરિણામ જાહેર કર્યુ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બોર્ડ ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર કરશે. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન cbse.gov.in અને cbseresults.nic.inની અધિકૃત વેબસાઇટની પર ધોરણ 12 નું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓએ પરિણામ જાણવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે 2019માં કોવિડ પહેલાના સમયગાળામાં 83.40 ટકાની પાસ ટકાવારી કરતાં વધુ સારી છે. CBSE અનુસાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 6 ટકા વધુ રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68 ટકા રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67 ટકા રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ