આજે સીબીએસઈ બોર્ડના 12મા ધોરણના લાખો વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લિંક એક્ટિવ કરી દેવામાં આવી છે. આ વર્ષે 12મા ધોરણમાં 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે 99.67% વિદ્યાર્થીનીઓ અને 99.13% વિદ્યાર્થીઓ પાસ થયા છે. દિલ્હી પ્રાંતમાં આ વર્ષે 99.84% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતનું રિઝલ્ટ ઈન્ટરનલ માર્કિંગ અને સીબીએસઈ દ્વારા નિર્ધારિત ફોર્મ્યુલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.