સીબીએસસી બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે.. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ કરી જણાવ્યું છે કે સીબીએસઇએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. તમામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે.
પરિક્ષા પૂર્ણ થયા બાદ 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. બોર્ડે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું પરિણામ 88.78 ટકા નોંધાયું છે.
આ વર્ષે 12,06,893 વિદ્યાર્થીઓએ પરિક્ષામાં નોંધણી કરાવી હતી. તેમાંથી 10,05,427 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સીબીએસસી બોર્ડના પરિણામો જાહેર કરવાની તારીખોને લઈ અટકળો ચાલી રહી હતી. આ તમામ અટકળો વચ્ચે આજે બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે.