કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)ની ધોરણ 10 અને 12 સાયન્સ, કૉમર્સ અને આર્ટસની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરુ થઈ રહી છે. બધી પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી પૂરી થશે. દેશના 7250થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 38 લાખ છાત્રો પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાનુ આયોજન દેશની બહાર 26 દેશોમાં કરવામાં આવી રહ્યુ છે.