બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી બાદ CBI આજે લાલુ યાદવની પૂછપરછ કરશે. CBIની ટીમ મીસા ભારતીના દિલ્હી સ્થિત ઘરે પહોંચી ગઈ છે. લાલુ યાદવ હજુ પણ અહીં રહે છે. આ તપાસ IRCTC કૌભાંડ એટલે કે નોકરીના બદલે જમીન લેવાના મામલામાં થવાની છે. આ પહેલા CBIએ ગઈકાલે પટનામાં રાબડી દેવીની ચાર કલાક પૂછપરછ કરી હતી.