મણિપુરમાં સરકારને સમર્થન કરી રહેલા ધારાસભ્યોના રાજીનામાં બાદ રાજકીય સંકટ સર્જાયું છે. ભાજપ પોતાની સરકાર બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આજે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓકરમ ઈબોબી સિંહની પૂછપરછ કરવા માટે CBIની ટીમ તેમના ઘરે પહોંચી છે.
CBIના જોઈન્ટ ડિરેક્ટર એનએમ સિંહના નેતૃત્વમાં આ ટીમ ઈબોબી સિંહના ઘરે પહોંચી છે. CBIએ એક દિવસ પહેલા મંગળવારે જ ઈબોબી સિંહને 332 કરોડ રૂપિયાની હેરાફેરી પ્રકરણમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતુ. 2009થી 2019 વચ્ચે ઈબોબી સિંહે મણિપુર ડેવલોપમેન્ટ સોસાયટી (MDS)ના અધ્યક્ષ હતા, ત્યારે 332 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.