દેશમાં બાળકોને લઇને અપરાધની ઘટનાઓ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ બાળકો પર અત્યાચાર અને શારીરિક છેડતી, રેપ વગેરે અપરાધોમાં ૧૬ ટકાનો વધારો થયો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. આ સ્થિતિ વચ્ચે સીબીઆઇએ દેશભરમાં બાળ અપરાધ વિરોધી ડ્રાઇવ શરૂ કરી દીધી છે. સીબીઆઇએ બાળ અપરાધ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિતના મામલાને લઇને દેશના ૨૧ જેટલા રાજ્યોમાં દરોડા પાડીને તપાસ અભિયાન શરૂ કર્યું છે.