દેશમાં નીટ-યુજી ૨૦૨૪માં ગેરરીતિઓના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ છે ત્યારે અંતે શિક્ષણ મંત્રાલયે ગેરરીતિઓની તપાસ માટે સીબીઆઈને કેસ સોંપ્યો છે. સીબીઆઈએ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને તેની ટીમો બિહાર, ગુજરાત જવા રવાના કરી હતી. જોકે, બિહારના નવાદા પહોંચેલી સીબીઆઈ ટીમને નકલી સમજી ગ્રામવાસીઓએ તેના પર પથ્થરમારો કર્યો હતો અને મારપીટ કરી હતી.