રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં આજે સીબીઆઇની (CBI)ટીમે ધામા નાખ્યા હતા. દમણના ભીમપોર પોલીસચોકીમાં સીબીઆઇની ટીમ ત્રાટકી હતી. અને તપાસ હાથ ધરી હતી. જોકે સીબીઆઈ કયા મામલામાં તપાસ કરી રહી છે તે હજુ સત્તાવાર જાણી શકાયું નથી.
પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીબીઆઇના રડારમાં દમણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પીએસઆઇ (PSI)હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ બે પીએસઆઈ દિનકર પાટીલ અને ધનજી દુબડીયા પર તપાસ હાથ ધરી છે. અને બંને પીએસઆઈની સીબી આઇએ પૂછપરછ હાથ ધરી હતી.
આમ વહેલી સવારથી જ સીબીઆઇની ટીમ દમણના ભીમપોરમાં આવેલી પોલીસ ચોકીમાં ત્રાટકી હોવની જાણ થતાં જ પ્રદેશના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. દમણમાં સીબીઆઇની ટીમ ત્રાટકતા આં મુદ્દો પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
જોકે, સી બી આઇની આ કાર્યવાહી અંગે પ્રદેશ પોલીસના અધિકારીઓ કે કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ કહેવા તૈયાર નથી. પરંતુ સી બી આઇની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવશે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે.