ટીએમસીના નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાની પૈસા લઈને સવાલ પૂછવા મામલે પરેશાનીઓ અટકી રહી નથી. સીબીઆઈએ મોઈત્રાના કોલકાતાના ઘરે દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે. આ સાથે અધિકારીઓ અન્ય સ્થળોની પણ શોધખોળ કરી રહ્યા છે. સીબીઆઈએ 21 માર્ચ, ગુરુવારે મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR નોંધી હતી. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલના નિર્દેશ પર કાર્યવાહી કરતા સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે.