સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની (CBI) ટીમ ગુરુવારની સવારે AAP નેતા દુર્ગેશ પાઠકના નિવાસસ્થાને દરોડા પાડવા માટે પહોંચી હતી. CBI સૂત્રો કહે છે કે આ દરોડા એજન્સી દ્વારા નોંધાયેલા કથિત FCRA (વિદેશી યોગદાન નિયમન અધિનિયમ) ઉલ્લંઘનના કેસ સાથે સંબંધિત છે.
AAP નેતાના ઘરે CBIના દરોડા : આજે સવારે CBI ટીમ AAP નેતા દુર્ગેશ પાઠકના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જોકે, આ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ AAP નેતા દુર્ગેશ પાઠકને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.