બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે એટલે કે સોમવારે સીબીઆઈએ જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં રાબડી દેવીના ઘરે દરોડા પાડ્યા છે. આ કેસમાં રાબડી દેવી ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, તેમની બે પુત્રીઓ (મીસા ભારતી અને હેમા યાદવ) અને અન્ય 12 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.