કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની પંદર સોળ જેટલી પ્રોપર્ટી પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. તેમની સામે ભ્રષ્ટાચારના એક કરતાં વધુ આક્ષેપ થયા હતા.
સીબીઆઇએ આજે સોમવારે સવારે કર્ણાટક અને મુંબઇમાં શિવકુમારના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. શિવકુમાર અને તેમના સાંસદ ભાઇ ડી કે સુરેશની કુલ 15 ઇમારતો પર સીબીઆઇ સોમવારે સવારે ત્રાટકી હતી. આવી સંપત્તિમાં ડોડાલાહલ્લી, કનકપુરા અને સદાશિવ નગરમાં આવેલા આ બંનેના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થયો હતો. સીબીઆઇની મોટી ટીમ મુંબઇમાં અને કર્ણાટકમાં વહેલી સવારે પહોંચી ગઇ હતી અને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.