NEET પેપર ગોટાળા મુદ્દે CBIના ગુજરાતમાં દરોડા પાડ્યા છે. 7 સ્થળો પર CBIએ તપાસ હાથ ધરી છે. ગુજરાતના ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં CBI તપાસ કરશે. મહત્વનું છે કે ગઇ કાલે વિપક્ષે નીટ પેપરલીકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. જેના પર સરકારે કહ્યું કે- તે ચર્ચાથી ભાગતી નથી. તમામ લેવલે તપાસ ચાલુ જ છે. ટૂંક સમયમાં જ આરોપીઓ ફરતે સીબીઆઇનો ગાળિયો કસાશે. ત્યારે હવે CBIએ તપાસ તેજ કરી દીધી છે. આરોપીને સકંજામાં લેવા અને કૌભાંડનો ખુલાસો કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.