સીબીઆઇએ મંગળવારે દેશભરમાં ૧૦૫ સ્થળે દરોડા પાડયા હતા. આ દરોડા સાઇબર ક્રાઇમને લઇને પાડવામાં આવ્યા હતા. જે માટે સીબીઆઇએ વિવિધ રાજ્યોની પોલીસની પણ મદદ લીધી હતી. સીબીઆઇએ આ દરમિયાન બે બનાવટી કોલ સેન્ટરનો પણ પર્દાફાશ કર્યો છે કે જેના દ્વારા અમેરિકાના નાગરિકોને ઠગવામાં આવી રહ્યા હતા. સીબીઆઇની રડારમાં ૩૦૦થી વધુ લોકો છે.