સીબીઆઈએ યુકો બેંકના ભૂતપૂર્વ સીએમડી અરુણ કૌલ વિરુદ્ધ 621 કરોડ રૂપિયાના બેંક ફ્રોડના મામલામાં કેસ નોંધ્યો છે. યુકો બેંક તરફથી ફરિયાદ મળ્યા બાદ ભૂતપૂર્વ સીએમડી અરુણ કૌલ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ છ બેંકો સાથે ફ્રોડનો મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં એજન્સીએ દિલ્હી અને મુંબઈ સહિત દસ સ્થળોએ દરોડા પાડયા છે. દરોડાની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ હાથ લાગ્યાની શક્યતા છે.