કર્મચારી પસંદગી કમિશન (એસએસસી) પેપર લીક કૌભાંડમાં સરકારે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે 27 માર્ચથી નવી દિલ્હીમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થી આ મામલે પ્રદર્શન કરી રહ્યાં હતાં. આ સમગ્ર મામલે રાજકીય રંગ પકડતાં આખરે ગૃહવિભાગે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે પણ આ મામલે તપાસની માંગ કરી હતી.