હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ કરીને તેની ઘાતકી હત્યા કરવાની ઘટનાની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે. આરોપીઓ સામે FIR દાખલ કરીને તપાસ ટુકડી રચવામાં આવી છે. કેન્દ્રનાં નોટિફિકેશન પછી સીબીઆઈએ ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપી સંદીપ સામે કેસ કરાયો છે. આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેંગરેપની કલમો લગાડાઈ છે. સીબીઆઈ આ કેસમાં FIR કર્યા પછી પોતાની વેબસાઈટ પર મુકી હતી. જો કે કોઈ અગમ્ય કારણોસર થોડી મિનિટોમાં જ તેને વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી.