આઈએનએક્સ મીડિયા લાંચ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કસ્ટડી 3 દિવસ માટે વધારી દીધી છે. 9 માર્ચે આ મામલે સુનાવણી થશે. સીબીઆઈએ વધુ કસ્ટડી માંગતા કહ્યું હતું કે કાર્તિ સાથે સંકળાયેલી અનેક કંપનીઓ વિષે વધુ જાણકારી મળી શકે છે. માટે તેમની સઘન પુછપરછ હાથ ધરવા માટે થોડો વધારે સમય જોઈએ.