INX મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્ને એક તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે પણ તાત્કાલિક સુનાવણીની ના પાડી દીધી હતી. ત્યાર પછી હાઈવોલ્ટેજ ઘટનાક્રમમાં સીબીઆઈની એક ટીમ ચિદમ્બરમ્ની ધરપકડ કરવા માટે તેમના ઘેર પહોંચી હતી. ચિદમ્બરમ્ ઘરે મળ્યા નહોતા. સીબીઆઈની ટીમે ઘેર હાજર રહેલા લોકોની પૂછપરછ કરી હતી. સીબીઆઈ બાદ ઈડીની ટીમ પણ તેમને ઘેર પહોંચી હતી. બંને તપાસનીશ એજન્સીઓએ તેમના મોબાઈલ પર સંપર્ક સાધ્યો હતો પણ તેમનો ફોન સ્વિચ ઓફ બોલતો હતો. મોડી રાત સુધી ચિદમ્બરમ્ ગાયબ હતા અને બંને એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી હતી.