કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઇ અને ઇડીએ દેશભરમાં કેટલાક રાજ્યોમાં સપાટો બોલાવ્યો છે. ખાસ કરીને બિનભાજપ શાસિત રાજ્યોના ૫૦થી વધુ સ્થળોએ એજન્સીઓએ દરોડા પાડયા છે. બિહારમાં વિધાનસભામાં નીતિશ સરકારના વિશ્વાસમત પહેલા જ સીબીઆઇએ ૨૪થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જદ(યુ)ને સમર્થન આપી સરકાર બનાવનારા લાલુ યાદવના પક્ષ આરજેડીના ચાર નેતાઓ સીબીઆઇની રડારમાં છે. જે સ્થળે દરોડા પાડવામાં આવ્યા તેમાં આરજેડી નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ઝારખંડ, બિહાર, દિલ્હી, તમિલનાડુમાં ઇડીએ પણ મોટા પાયે દરોડા પાડયા છે.