સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ ગુરુગ્રામમાં એક કોલસેન્ટરનો પર્દાફાશ કરીને ૬૩ સાયબર અપરાધીઓની ધરપકડ કરી છે. આ અપરાધીઓ વિદેશીઓને તેમના કોમ્પ્યુટરની સમસ્યાઓના ટેકનિકલ ઉકેલની ઓફર કરી છેતરપિંડી કરતા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.