નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ-દ્વારા જેની સામે સોનાની દાણચોરીનો કેસ નોેંધાવવામાં આવ્યો છે તે વોન્ટેડ આરોપી શૌકત અલીને સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાંથી ભારતમાં પાછો લાવવામાં સીબીઆઇને સફળતા મળી છે. સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સીબીઆઇના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે ઇન્ટરપોલ દ્વારા રિયાધના નેશનલ સેન્ટ્રલ બ્યુરો સાથે સંકલન સાધી શૌકત અલીને સાઉદી અરેબિયાથી મુંબઇ લાવવામાં સફળતા મેળવી છે. રાજસ્થાનના જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સોનાની લગડીઓની દાણચોરી કરવાના ૨૦૨૦ના કેસમાં અલીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ- શોધી રહી હતી.