મારુતિના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર (MD) જગદીશ ખટ્ટર વિરુદ્ધ CBIએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. CBI અધિકારીઓએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. CBIએ દાખલ કરેલી FIR મુજબ ખટ્ટર તેમજ તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા રૂ. 110 કરોડના લોન કૌભાંડમાં આરોપી છે. જણાવી દઈએ કે ખટ્ટર 1993થી 2007 સુધી મારુતિમાં રહ્યા હતા. 2007માં MD પદેથી નિવૃત થયા હતા. 2008માં તેમણે કારનેશનની શરૂઆત કરી હતી. આ કંપની કાર એક્સેસરીઝ અને જૂની કારની લે-વેચનું કામકાજ કરે છે.