સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા પર લેવાયેલાં પગલાંની ટીકા કરતાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, સીબીઆઇ હવે બીબીઆઇ એટલે કે ભાજપ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની ગઇ છે. આ અત્યંત દુર્ભાગ્યપુર્ણ બાબત છે. જનતાદળ યુના નેતા કે સી ત્યાગીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં આ બધું થતાં જોતા આવ્યા છીએ પરંતુ હવે મોદીના શાસન કાળમાં આ સ્થિતિ જોઇને ઘણુ દુઃખ થઇ રહ્યું છે. સીબીઆઇમાં અધિકારીઓની નિયુક્તિ રાજ્યના ક્વોટાના આધારે થવી જોઇએ નહીં. સીબીઆઇને અધિકારીઓ પસંદ કરવાનો અધિકાર હોવો જોઇએ.