થોડા દિવસ પહેલા જ પુલવામા હુમલાની તપાસ પર સવાલો ઉઠાવનારા જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની સીબીઆઇ પૂછપરછ કરશે. વીમા કૌભાંડ મુદ્દે તપાસ કરી રહેલી સીબીઆઇએ સત્યપાલ મલિકને પૂછપરછ માટે હાજર થવા નોટિસ પણ પાઠવી છે.
સીબીઆઇએ સત્યપાલ મલિકને દિલ્હીમાં અકબર રોડ ગેસ્ટહાઉસ પર ૨૭ અને ૨૮મી એપ્રીલે હાજર થવા કહ્યું છે.