વિજય માલ્યાને બેંક લોન આપવા મુદ્દે CBIએ IDBI બેન્કના પૂર્વ ચેરમેન યોગેશ અગ્રવાલ સહિત 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે. CBIના સૂત્રોના મતે આ ધરપકડમાં બેન્કના 3 પૂર્વ અધિકારી અને કિંગફિશર એરલાઈનના 3 ઓફિસરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માલ્યા પર બેન્કોની 6 હજાર કરોડ કરતા વધુ રકમની લોન બાકી છે. અદાલત તેમને ભાગેડુ જાહેર કરી ચૂકી છે.