દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ માટે ભાજપે CBIના માધ્યમથી જાળ વણી લીધી છે. તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ સંપૂર્ણપણે ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. આ કેસ માત્ર મને ગુજરાત જતા રોકવા માટે મારી ધરપકડ કરવાનો છે. સિસોદિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, તેમણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું છે પરંતુ આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે તેથી આવી સ્થિતિમાં તેઓ મને ગુજરાત પહોંચવા દેવા નથી માંગતા.