ગુરૂવારે સંસદમાં રજૂ થનારા આવકવેરા ધારાને નવો ઓપ આપવા માટેના સૂચિત બિલના પાનાં નંબર ૫૯૯ પર આપવાામાં આવેલી ક્લોઝ ૫૩૩માં સૂચવવામાં આવેલી જોગવાઈ મુજબ આવકવેરા ધારાની કલમમાં સુધારો કે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને આપવામાં આવી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. આવકવેરાના કાયદાના અનુસંધાનમાં તમાામ નિયમો તૈયાર કરવાની પૂર્ણ સત્તા પણ સીબીડીટીને આપી દેવામાં આવી છે. તેમ જ કોમ્પ્લાયન્સ માટેના પગલાં લેવા અને ડિજિટલ ટેક્સ મોનિટરિંગની વ્યવસ્થા કરવાને લગતા દરેક પગલાં લેવાની સીબીડીીટને સ્તા આપવામાં આવી છે. તેને માટે સંસદમાં કાયદાકીય સુધારાઓ કરાવવાની જરૂરિયાત રહેશે નહિ.