ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું ત્યારે તેનો સંપર્ક ઇસરો (ISRO)ના કન્ટ્રોલ રૂમ સાથે તૂટી ગયો હતો. પરંતુ રવિવારે ઇસરોના અધ્યક્ષ કે. સિવન એ જણાવ્યું કે, ઓર્બિટરની મદદથી ચંદ્રની સપાટી પર વિક્રમ મોડ્યૂલનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું છે. તેઓેએ જણાવ્યું કે આ એક હાર્ડ-લેન્ડિંગ રહી હશે, જ્યારે યોજના સોફ્ટ-લેન્ડિંગ કરાવવાની હતી.
ચંદ્રયાન-2ના ઓર્બિટરના ઓન-બોર્ડ કેમેરાથી કેપ્ચર કરવામાં આવેલી તસવીરોથી લેન્ડરના લોકેશન વિશે ભાળ મેળવી શકાઈ. ઓર્બિટર પોતાની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. જોકે, ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેન્ડર વિક્રમનું લોકેશન શોધ્યા બાદ ભારતીયોમાં આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. લોકોએ આશા વ્યક્ત કરી કે લેન્ડર વિક્રમથી સંપર્ક ફરીથી સ્થાપિત થઈ શકે છે. પરંતુ, લેન્ડર વિક્રમના લોકેશન મળવાની ખુશીમાં અનેક લોકો અતિઉત્સાહમાં આવી ગયા અને 'વિક્રમ લેન્ડર સ્પોટેડ' હેશટેગ સાથે નાસા ની જૂની તસવીરો શેર કરવા લાગ્યા. તેઓ આ તસવીરો ઇસરોના અધ્યક્ષે જાહેર કરી હોય તેવો દાવો કરી રહ્યા છે. ટ્વિટર પર આવી અનેક તસવીરો જોત-જોતામાં ટ્રેન્ડ પણ થવા લાગી.