જાહેરમાં ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. ભાગા તળાવ, જે.કે. ચેમ્બર નજીક જાહેરમાં રૂ. 9.80 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલા બે યુવાન ફરાર છે.