પેન્સિલવેનિયા કોર્ટે કેથલિક ચર્ચના પાદરીઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણ પર ગ્રાન્ડ જ્યુરી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 300 થી વધારે પાદરીઓએ વીતેલા 70 વર્ષમાં એક હજારથી વધારે બાળકોનું યૌન શોષણ કર્યું છે. આટલું જ નહિ રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ચર્ચોએ પાદરીઓના ગુનાઓ ઢાંકવાની કોશિશ કરી હતી.