ગુજરાતમાં 2016-17માં એરંડાના ઉત્પાદનમાં 27 ટકાનો ઘટાડો થયો. સોલ્વન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશને વર્ષ 2016-17ના સર્વે રજૂ કર્યો જે મુજબ 2015-16માં 8.61 લાખ ટન એરંડાનું ઉત્પાદન થવાની ધારણા છે, જે ગયા વર્ષે 11. 73 લાખ ટન હતું. એરંડાના નીચા ભાવને કારણે ખેડૂતો મગફળી, કપાસ અને કઠોળના પાક તરફ વળ્યા છે.