દેશમાં માર્ગ અકસ્માતોમાં અસરગ્રસ્તો-ઘાયલોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે નવી મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે જે અંતર્ગત ઈજાગ્રસ્તોને રૂા.2.50 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે. અકસ્માત બાદ ઘાયલોને જીવ બચાવવા માટે પ્રારંભીક કલાકો જ મહત્વના હોય છે. આ ‘ગોલ્ડન અવર’માં ત્વરીત અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઉદેશ છે. આ યોજના વિદેશી નાગરિકોને પણ લાગુ પડશે.
માર્ગ અકસ્માતમાં ઘાયલ દરેક વ્યક્તિની સારવાર માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ સરકારને 2.5 લાખ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો છે. આટલું જ નહીં, મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત તેને લાગૂ કરવામાં આવશે. આ માટે નેશનલ હેલ્થ ઓથૉરિટીને નોડલ એજન્સી તરીકે નોમિનેટ કરવામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત ભારતીય અથવા વિદેશી નાગરિક તમામ માર્ગ અકસ્માતમાં પીડિતોને લાયક માનવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ સંદર્ભે 10 જુલાઈ સુધી તમામ મુખ્ય સચિવો પાસે પ્રસ્તાવિત યોજના પર પ્રતિક્રિયા માંગી છે.