ગુજરાત સરકારના મહેસુલ વિભાગે કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મહેસુલી કર્મચારી કે જેઓ ખાતાકીય પરીક્ષામાં 80 ટકાથી વધારે માર્કસ સાથે ઉત્તિર્ણ થાય તો તે કર્મચારીને પાંચ હજાર રૂપિયા ઇનામ પ્રોત્સાહન પેટે આપવામાં આવશે. મહેસુલ વિભાગના આ નવતર પ્રયોગને કારણે ખાતાકીય પરિક્ષા આપનાર કર્મચારીઓને પરીક્ષામાં 80 ટકાથી વઘારે ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન મળી શકશે.