હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની (CM Nayab Singh Saini)ની અધ્યક્ષતામાં આજે (25 માર્ચ) કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અને રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને સિલ્વર મેડલના ઈનામના બદલે ત્રણ વિકલ્પ આપ્યા છે. સરકારે વિનેશને ચાર કરોડ રૂપિયા રોકડા, પ્લોટ અથવા સરકારી નોકરીની ઑફર આપી છે.