Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યાના કેટલાક જ દિવસમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. પરિણામે દુનિયાભરની સરકારો આ વેરિઅન્ટને નિયંત્રિત કરવા માટે આકરાં પગલાં ઉઠાવવા મજબૂર થઈ ગઈ છે. ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાાનિકોએ ઓમિક્રોનને અત્યંત 'ચિંતાજનક' વેરિઅન્ટ ગણાવ્યો છે અને તેનાથી 'મહામારી ૨.૦' વધવાનું જોખમ હોવાનું કહ્યું છે. નિષ્ણાતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઈમર્જન્સીની જાહેરાત કરાઈ છે.
બ્રિટનમાં શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા પછી દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવાયા છે. વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી  આઈસોલેશનમાં રહેવાનું ફરજિયાત કરાયું છે. ઉપરાંત બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. બ્રિટન પછી જર્મની અને ઈટાલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ