શિયાળાની શરૂઆતમાં જ યુરોપના જર્મની અને ફ્રાન્સમાં કોરોના મહામારીએ ફરી એકવાર દહેશત ફેલાવી છે. જર્મનીમાં સતત ત્રણ દિવસથી અને ફ્રાન્સમાં સતત બે દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે. જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના ૫૦,૧૯૬ કેસો નોંધાયા હતા અને ૨૩૫ જણાના મોત થયા હતા તો ફ્રાન્સમાં કોરોનાની પાંચમી લહેર ફેલાવાને પગલે એક જ દિવસમાં કોરોનાના ૧૧,૮૮૩ કેસો નોંધાયા હતા. જર્મનીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૮.૯ લાખ થઇ છે અને મરણાંક ૯૭,૧૯૮ થયો છે. હાલ જર્મનીમાં ૨,૭૩૯ કોરોનાના દર્દીઓને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. યુરોપના ૬૧ દેશોમાં કોરોનાના કેસોમાં ૪૨ ટકાનો વધારો નોંધાયો છે. ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઓલિવિયર વેરાને જણાવ્યું હતું કે સંખ્યાબંધ પડોશી દેશોની જેમ ફ્રાન્સમાં પણ કોરોના મહામારીનું પાંચમું મોજુ શરૂ થઇ ગયું છે. છેલ્લા બે દિવસથી ફ્રાન્સમાં રોજ દસ હજાર કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે.