કેડિલા ફાર્મા મેનેજીગ ડીરેક્ટર ડૉ, રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર, છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે પિડીતાએ મહિલા પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં અરજી કરી હતી. જો કે પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.