બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખને બદનામ કરતી એક પોસ્ટ તાજેતરમાં સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે તેમણે જે શખ્સે આ પોસ્ટ જે મોબાઈલ નંબર ઉપરથી પોસ્ટ કરી હતી તેના ઉપર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ચર્ચાની એરણે ચડેલી વિગતો મુજબ, તાજેતરમાં એક રાજ્યકક્ષાના અખબારમાં બનાસકાંઠાના એક યુવા નેતાના કથિત કરતૂતોને ઉજાગર કરતો નામ-ઠામ વગરનો કિસ્સો પ્રસિદ્ધ થયો હતો. જોકે, તેમાં યુવા નેતા કે કોઈ રાજકીય પક્ષનું નામ ન હતું.
જોકે, યુવા નેતાના સમાચારના અખબારી કટિંગ સાથે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરીના નામનો ઉલ્લેખ કરી મોબાઈલ નંબર 6355486830 ધરાવતાં શખ્સે આ પોસ્ટ તાજેતરમાં સોશિયલ મિડીયામાં વાયરલ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરીએ જે શખ્સે આ પોસ્ટ જે મોબાઈલ નંબર ઉપરથી પોસ્ટ કરી હતી તેના ઉપર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન હરેશ ચૌધરીએ રવિવારે પાલનપુર ખાતે મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અખબારના કટિંગ સાથે મારૂ નામ સાંકળી તે પોસ્ટ વાયરલ કરનારા મોબાઈલ નંબર ધારક શખ્સ સામે મેં ફરિયાદ નોંધાવી છે. જેની પોલીસે પૂછતાછ હાથ ધરી છે. પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં હરેશ ચૌધરીએ યુવા રાષ્ટ્રીય કારોબારી સભ્ય હિતેશ ચોધરી સહિત બે શખ્સોએ આ કાવતરું રચ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હિતેશ ચૌધરી મારા જુના મિત્ર છે. પરંતુ હું જે રીતે સમાજમાં સેવા કાર્યો થકી આગળ આવી રહ્યો છું. તે કદાચ તેમને ગમતું નથી. અને રાજકારણમાં હું તેમની આડે ન આવું તે માટે મારી કારકિર્દી ખતમ કરવા માટે આ કાવતરૂ રચવામાં આવ્યું હતું. હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, મને બદનામ કરવા માટે પોસ્ટ મુકનારા શખ્સના ભાઈએ મારી આગળ સમગ્ર હકીકત કબૂલી છે. જેમાં બનાસડેરીમાં કામ કરતાં કર્મચારીને હિતેશ ચૌધરીએ હાથો બનાવી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
હિતેશ ચૌધરી કોણ છે?
હિતેશ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી રહી ચૂકેલ છે અને બનાસ બેંકમાં નોકરી કરે છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આંગળી પકડીને રાજકારણમાં આગળ આવેલ હિતેશ ચૌધરી પર બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હરેશ ચૌધરીએ આક્ષેપ કરતા મીડિયા સમક્ષ કહ્યું હતું કે હિતેશ ચૌધરી દ્વારા મને બદનામ કરવાનું કાવતરું છે અને મારું રાજકારણ પૂરું કરવા માટેનો આ ખેલ ખેલાયો છે. બનાસ ડેરીના કર્મચારી દીપક ભટોળ અને જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી હિતેશ ચૌધરીના ભેગા મળીને કાવતરું ઘડ્યું હતું.