હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બોટના ચાલક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. હરણી પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધમાં બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. આ મામલે હરણી પોલીસ મથકે FIR દાખલ થઇ છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બોટના ચાલક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
હરણી પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધમાં બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બોટના ચાલક અને મેનેજરની સહિત 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ બોટના ચાલક અને મેનેજરની અટકાયત બાદ પુછપરછ હાથ ધરાઇ છે.
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
- બીનીત કોટીયા, વડોદરા
- હિતેષ કોટીયા, વડોદરા
- ગોપાલદાસ શાહ, વડોદરા
- વત્સલ શાહ, વડોદરા
- દિપેન શાહ,વડોદરા
- ધર્મીલ શાહ, વડોદરા
- રશ્મિકાંત સી. પ્રજાપતિ, વડોદરા
- જતીનકુમાર હરીલાલ દોશી, વડોદરા
- નેહા ડી.દોશી,વડોદરા
- તેજલ આશિષકુમાર દોશી, વડોદરા
- ભીમસિંગ કુડિયારામ યાદવ, વડોદરા
- વૈદપ્રકાશ યાદવ, વડોદરા
- ધર્મીન ભટાણી, વડોદરા
- નુતનબેન પી.શાહ, વડોદરા
- વૈશાખીબેન પી.શાહ, વડોદરા
- મેનેજર હરણી લેકઝોન, શાંતિલાલ સોલંકી
- બોટ ઓપરેટર નયન ગોહિલ
- બોટ ઓપરેટર અંકિત
આ તમામ 18 લોકો સામે IPC 304,308,337,338,114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશભાઇ રમણભાઇ ચૌહાણે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.