પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પરના પ્રતિબંધ બાદ દેશભરમાં ખુશીની લહેર છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે પણ સંસદને આ ખબરથી વાકેફ કરી હતી. રાજ્યસભામાં આ મુદ્દે બોલતા જયશંકરે કહ્યું કે આજે આખો દેશ કુલભૂષણ જાધવના પરિવાર સાથે છે, કેન્દ્ર સરકાર આગળ પણ લડતી રહેશે. અમે ફરી એક વાર પાકિસ્તાનને કહીએ છીએ કે તે કુલભૂષણને છોડી મૂકે. જયશંકરે કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દે ભારતની જીતથી આખંુ ગૃહ ખુશ થશે, તે નિશ્ચિત છે. તેમાં કોઈ શક નથી કે ગૃહ જાધવના પરિવારની સાથે એકજૂટ છે. જાધવે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સાહસનું ઉદાહરણ પૂરું પાડયું છે. અમારું આશ્વાસન છે કે સરકાર જાધવની સુરક્ષા માટે આગળ પણ કઠિન પ્રયાસો કરતી રહેશે. ૨૦૧૭માં સરકારે ગૃહમાં સંકલ્પ લીધો હતો કે જાધવની સુરક્ષા સુનિશ્ચિત કરવાની હરસંભવ કોશિશ કરવામાં આવશે. સરકારે આ દિશામાં અથાગ પ્રયાસો કર્યા. મને વિશ્વાસ છે કે ગૃહ સરકારના આ તમામ પ્રયાસોના વખાણ કરશે. ખાસ કરીને હરીશ સાલ્વેની આગેવાનીવાળી લીગલ ટીમની પ્રશંસા જરૂરથી થવી જોઈએ.