ગાંધીનગરમાં શનિવારે સવારે ઘ-પાંચ સર્કલ પાસે એક નવીનક્કોર કાર રોડ વચ્ચેના ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. કારના આગળના ભાગે મોટુ નુકશાન થયું હતું,. જ્યારે ચાલકને કોઈ ઈજા નહોતી થઈ. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી પરંતુ નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર કારચાલકે અચાનક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.