પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા, સાથે જ તેઓએ હાલમાં જે પાર્ટી બનાવી હતી તેનો પણ ભાજપમાં વિલય કરી દીધો હતો. કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ છોડયા બાદ પોતાનો આ પક્ષ બનાવ્યો હતો.
ભાજપમાં સભ્યપદની શપથ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કિરણ રિજિજૂએ અપાવી હતી. અમરિંદરસિંહની સાથે તેમના કેટલાક સહયોગીઓ પણ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયા બાદ અમરિંદરસિંહે ભાજપના વખાણ શરૂ કરી દીધા હતા.