કેન્દ્ર સરકાર દ્વારા અનેક એનજીઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. હાલમાં જ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૧૧ એનજીઓના વિદેશથી ફંડ મેળવવાના લાઇસન્સને રદ કરી દેવામાં આવ્યા છે. વિદેશથી ફંડ મેળવવા માટેનો જે કાયદો છે તેનો ભંગ કરવા બદલ આ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા સરકાર દ્વારા આપવામાં આવી છે.