ગુજરાત સરકારે ધો.૧૦ બાદ હવે ધો.૧૨ની પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે. થોડા દિવસ પહેલા જ રાજય સરકારે કેન્દ્રના નિર્ણયની રાહ જોયા વગર જ ૧લી જુલાઈથી ધો.૧૨ની પરીક્ષાઓ અને ધો.૧૦ની રીપિટરની પરીક્ષાઓ લેવાની જાહેરાત કર્યા બાદ ગઈકાલે ૧લી જુને પરીક્ષાઓના કાર્યક્રમો જાહેર કર્યા અને આજે એકાએક ૧૨ની પરીક્ષાઓ પણ રદ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.આમ કેન્દ્રના ઈશારે ચાલતી રાજ્ય સરકાર ફરી એકવાર વહિવટી કુશળતા નાપાસ થઈ છે.સરકારે ૧૨ સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ધો.૧૦ના રીપિટર તેમજ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે કે નહી તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.