-
કેનેડાના ઓન્ટારિયો-બ્રેમ્પ્ટન સહિતના કેટલાક શહેરો અને પ્રોવિન્સમાં નવેમ્બર મહિનાને હિન્દુ હેરીટેજ મંથ તરીકે જાહેર કરીને કેનેડામાં રહેતા હિન્દુઓ પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેના ભાગરૂપે બ્રેમ્પ્ટનમાં હિન્દુ હેરીટેજ સેલિબ્રેશન ફાઉન્ડેશન કે જે એક નોનપ્રોફિટ સંસ્થા છે તેના દ્વારા ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના કાર્યક્રમમાં કેનેડામાં રહેતા હિન્દુ કેનેડિયન પરિવારોની નવી પેઢીના સંતાનો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલરો, એમપી સોનિયા સિધુ, એમપી કમલ ખેરા, એમપી રુબી સહોટા અને મેયર બનેલા પેટ્રીક બ્રાઉન ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.