અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતા લોકો કે તેમના એજન્ટો સુધી પહોંચવામાં પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ, મોટાભાગના કેસમાં ચોક્કસ વિગતો ન મળતી હોવાથી પોલીસ તપાસમાં અડચણ ઉભી થતી હોય છે. ખાસ કરીને ધૂસણખોરી કરવા માટે એજન્ટો કેનેડા અને મેક્સિકોનો ગેટ-વે અપનાવે છે. પરંતુ, કેેનેડા અને મેક્સિકો જવા કાયદેસરના વિઝા સાથે જતા હોવાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને ટ્રેક કરવા મુશ્કેલ હોવાથી એજન્ટોના નેટવર્ક સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝના એડીજીપી આર બી બ્રહ્યભટ્ટે જણાવ્યું કે ગેર કાયદેસર રીતે અમેરિકા જવામાં માત્ર પરિવારના મોભીનું જ નહી પણ પરિવારના સભ્યોનું જીવનો જોખમ રહેલું છે. તેમ છતાંય, અમેરિકામાં જવાના કિસ્સામાં ઘટાડો નથી થયો. ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા એજન્ટો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ છે. કારણ કે અમેરિકામાં ગેરકાયદેર જવા માટે એજન્ટો કેનેડા અને મેક્સિકોનો બોર્ડરનો રસ્તો પસંદ કરે છે. જેથી ધૂસણખોરી કરવા જતો પરિવાર કેનેડા કાયદેસર રીતે ટુરીસ્ટ વિઝા પર જતો હોય છે. જ્યાંથી તે સ્થાનિક એજન્ટની મદદથી ધૂસણખોરી કરે છે.